Thursday 12 March 2015

બાળવાર્તા - શેખ ચલ્લીની વાતો

 http://media.webdunia.com/_media/gu/img/article/2014-07/03/full/1404382248-2185.jpg 


શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં  "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે .

ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા.  અભણ હતો એટલે આખો દિવસ બસ ગોટી રમતો .

એક દિવસ માતાએ કહ્યું  - "મિયાં કોઈ કામ ધંધો કરો ". બસ ,શેખચલ્લી નીકળી ગયો કામની શોધમાં,રસ્તામાં ખાવા માટે માતાએ સાત રોટલી બનાવી આપી હતી.

શેખચલ્લી ગામથી ઘણો દૂર આવી ગયો.. તેણે એક કૂવો જોયો અને ત્યાં બેસી ગયો.. અને વિચારવા લાગ્યો કે રોટલી ખાવી જોઈએ. એક 'બે .. ત્રણ કેટલી ખાઉં કે સાતે સાત ખાઈ જાઉં ??

તે કૂવામાં  સાત પરી રહેતી હતી તેણે શેખચલ્લીની વાતો સાંભળી અને તેના ઉંચા અવાજથી તે ભયભીત થઈ ગઈ. તેઓ કૂવામાંથી  બહાર આવી  ગઈ. 


તેમણે કહ્યું કે - 'જુઓ, અમને ખાતા નહી.  અમે તને એક ઘડો આપીએ છીએ. આની પાસે તમે જે માંગશો તે આપશે . શેખચલ્લી માની ગયો અને રોટલી અને ઘડો લઈને પાછો ઘરે આવી ગયો અને માતાને સમગ્ર બાબત જણાવી.

માતાએ ઘડા પાસેથી ઘણો પૈસા અને ધન માંગ્યુ. ઘડાએ બધુ જ આપ્યુ અને તેઓ માલામાલ થઈ ગયા. ત્યાર પછી તે બજારમાંથી પતાશા લાવી અને ઘરના છાપરા પરથી ફેંકવા લાગી શેખ ચિલ્લી પતાશા લૂંટવા લાગ્યા.

શેખચલ્લીએ ઘણા પતાશા લૂંટયા અને ખાધા. લોકોએ આશ્ચર્ય થયું હતું કે તેની પાસે આટલું ધન ક્યાંથી આવ્યુ.
http://media.webdunia.com/_media/gu/img/article/2014-07/03/full/1404382285-1792.jpgશેખચલ્લીએ કહ્યું -  "અમારી પાસે એક ઘડો છે જેની પાસે જે માંગો તે આપે છે. 
માતાએ  કહ્યું - ના એવું નથી આ તો ગાંડો છે અમારી પાસે એવો કોઈ પાત્ર નથી 
શેખચલ્લીએ કહ્યું - કેમ મેં તને ઘડો આપ્યો હતો ને ?  તે દિવસ છાપરા પરથી પતાશા પણ પડયા હતા ને ?

માતાએ લોકોને હંસીને કહ્યુ - સાંભળ્યુ તમે.. ક્યારેય  ઉડાવી કહ્યું સાંભળ્યું તમે !છાપરાથી પતાશા બરશે છે .એ તો મૂર્ખ છે આવી વાતો જ કરે છે.

Tuesday 1 July 2014

પ્રાણી જગત વિશે જાણવા જેવુ

http://e62813.medialib.glogster.com/thumbnails/f895e2fa4971dfd8fbf0b4242c2694b4615fac0f216ef4d08f100e7230969aa4/-animated-animals-d-lml-source.jpg




  • ખૂંધવાળા ઊટની કરોડરજ્જુ સાવ સીધી હોય છે.
  • કેટલફીશ નામની માછલીને ત્રણ હૃદય હોય છે.
  • કસારીના કાન તેના પાછલા પગના ઘૂટણામાં હોય છે.
  • વિશ્વનું સૌથી વધુ ઝેરી પ્રાણી પોઈઝન એરો ફ્રોગ નામના દેડકા છે.
  • ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે.
  • હમીંગ બર્ડની પાંખ સેકંડમાં ૯૦ વખત ફરકે છે.
  • નાનકડું હમીંગ બર્ડ વટાણાના દાણા જેવડાં ઈંડા મૂકે છે.
  • શિકાર કરવા માટે સિંહ કલાકના ૮૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

સ્વર્ગ અને નરક

 



ગોપાલ ખૂબ આળસી માણસ હતો. ઘરના લોકો પણ તેની આદતથી કંટાળી ગયા હતા. તે કાયમ ઈચ્છતો હતો કે તેને એક એવુ જીવન મળે, જેમા તે આખો દિવસ સૂઈ રહે અને જે વસ્તુ જોઈએ તેને પથારીમાં મળી જાય. પણ આવુ ક્યારેય થયુ.

એક દિવસ તેનુ મોત થઈ ગયુ. મૃત્યુ પછી તે સ્વર્ગમાં પહોંચી ગયો, જે તેની કલ્પનાથી પણ સુંદર હતુ. ગોપાલ વિચારવા લાગ્યો.. કાશ.. સુંદર જગ્યાએ હું પહેલા આવી ગયો હોત. બેકારમાં ધરતી પર રહીને કામ કરવુ પડતુ હતુ. જવા દો.. હવે તો હું આરામની જીંદગી જીવીશ. તે આવુ વિચારી રહ્યો હતો એટલામાં હીરા-ઝવેરાતવાળા એક પલંગ તરફ ઈશારો કરતા તે બોલ્યો - તમે તેના પર આરામ કરો. તમને જે જોઈશે પલંગ પર મળી જશે. સાંભળીને ગોપાલ ખૂબ ખુશ થઈ ગયો.

હવે તે દિવસ-રાત ખૂબ ઉંઘતો. તેને જે જોઈએ પથારીમાં મંગાવી લેતો. કેટલાક દિવસ રીતે વીતતા ગયા. પણ હવે તે કંટાળવા લાગ્યો હતો. તેને તો દિવસે ચેન હતુ તો રાત્રે ઉંઘ આવતી. જેવો તે પથારી પરથી ઉઠવા જતો દાસ-દાસીઓ તેને રોકી લેતા. આવી રીતે અનેક મહિના વીતી ગયા. ગોપાલને આરામની જીંદગી હવે બોજ જેવી લાગતી હતી.

સ્વર્ગમાં તેને બેચેની થવા લાગી. થોડુંક કામ કરીને પોતાનો દિવસ વિતાવવા માંગતો હતો. એક દિવસ તે દેવદૂતની પાસે ગયો અને તેને બોલ્યો - હુ જે કંઈ કરવા માંગતો હતો, તે બધુ કરીને જોઈ લીધુ છે. હવે તો મને ઊંઘ પણ આવતી નથી. હું કંઈક કામ કરવા માંગુ છુ શુ મને કામ મળશે ?

તમને અહીં આરામ કરવા માટે લાવવામાં આવ્યા છે. તો તમારા જીવનનું સ્વપ્ન હતુ. માફ કરો, હું તમને કોઈ કામ નથી આપી શકતો. દેવદૂત બોલ્યો.

ગોપાલે ચિઢાઈને કહ્યુ - વિચિત્ર વાત છે, હું જીવનથી કંટાળી ગયો છુ. હું રીતે મારો સમય નથી પસાર કરી શકતો. એના કરતા સારુ રહેશે કે તમે મને નરકમાં મોકલી આપો.

દેવદૂતે ધીમેથી કહ્યુ - તમને શુ લાગે છે તમે ક્યા છો ? સ્વર્ગમાં કે નરકમાં ?
ગોપાલ બોલ્યો - હું કંઈ સમજ્યો નહી.
દેવદૂત બોલ્યા - અસલી સ્વર્ગ હોય છે જ્યા મનુષ્ય દિવસ-રાત મહેનત કરીને પોતાના પરિવારનુ ભરણપોષણ કરે છે. તેમની સાથે આનંદનો સમય વિતાવે છે. જે સુખ સુવિદ્યાઓ મળે છે તેમા તે ખુશ રહે છે. પણ તમે ક્યારેય આવુ કર્યુ. તમે તો કાયમ આરામ કરવાનું વિચારતા રહ્યા.

જ્યારે તમે ધરતી પર હતા ત્યારે આરામ કરવા માંગતા હતા. હવે તમને આરામ મળી રહ્યો છે તો કામ કરવા માંગો છો. સ્વર્ગમાં આનંદથી કંટાળવા લાગ્યા છો.

ગોપાલ બોલ્યો - કદાચ હવે મને સમજાય ગયુ છે કે મનુષ્યએ કામના સમયે કામ અને આરામના સમયે આરામ કરવો જોઈએ. બંનેમાંથી એક પણ વસ્તુ વધુ આવી જાય તો જીવનમાં નીરસતા આવી જાય છે.
સત્ય છે કે મારા જેવા આળસી વ્યક્તિઓ માટે એક દિવસ સ્વર્ગ પણ નરક બની જાય છે.







Sunday 29 June 2014

છીંક શા માટે આવે?

 http://kidshealth.org/kid/talk/qa/headers_89974/sneeze.gif

શ્વાસ વાટે બહારની હવા લેવાનું કામ કરતું આપણા નાકની અંદરની સપાટી ઉપર સુક્ષ્મ રુંવાટી હોય છે કે જેથી બહારથી આવતી હવામાં રહેલા રજકણરૂપી અશુધ્ધઓ ગળાઈ જાય અને ફેફસામાં જાય નહીં, શ્વાસમાં ક્યારેક ત્રીવ્રગંધ, પ્રવાહી કે મોટી રજકણ જાય ત્યારે આ રૂવાટીમાં સળવળાટ થઈ તે વસ્તુંને તાત્કાલિક બહાર ધકેલી દેવા માટે છીંક આવે છે, આમ છીંક એ આપણાં આરોગ્યનું રક્ષણ કરતી ક્રિયા છે. ક્યારેક શરદીને કારણે વારંવાર છીંકો આવે છે તેનું કારણ પણ નાકમાંથી અનીચ્છ્નીય દ્રવ્યો બહાર ધકેલવાનું છે. છીંક ખાધા પછી શ્વાસનમાર્ગ ખુલ્લો થઈ સરળતાથી શ્વાસ લઈ શકાય.

હઝાર રૂપિયા

 http://dimdima.com/images/story_image/king_sons.jpg


એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો વારો આવ્યો પણ રાજા ઉંમરમાં મોટો હોય તેને નહી જે વિચારમાં અને આચારમાં મોટો હોય એને ગાદી સોંપવા માંગતા હતા. એક દિવસ રાજાએ આ બંને કુંવરને બોલાવ્યા અને કહ્યુ કે જો હું તમને એક કામ સોંપુ છું. હું તમને બંને ને 1000 રૂપિયા આપીશ. તમારે એ 1000 રૂપિયામાંથી જે ખરીદવું હોય તે ખરીદવાની છુટ પણ તમને બંનેને એક સરખા રૂમ આપીશ એ રૂમ જે ખરીદો એનાથી પુરેપુરા ભરાઇ જવા જોઇએ.હું આવતા અઠવાડીયે તમને મળીશ.

એક અઠવાડીયા બાદ રાજાએ બંને કુંવરને ફરીથી બોલાવ્યા અને પુછ્યુ કે મેં તમને અઠવાડીયા પહેલા જે કામ સોંપ્યું હતું તે પુરુ થઇ ગયુ ? બંને એ હસતા હસતા કહ્યુ , " હા , પિતાજી" રાજાએ તુરંત જ પ્રધાનને આજ્ઞા કરી કે પ્રધાનજી ચાલો આપણે આ બંને કુંવરોને સાથે લઇને એમણે જે વસ્તુંઓથી રૂમ ભર્યા છે તે જોવા માટે જઇએ.

સૌથી પહેલા મોટા કુંવરને આપેલ રૂમ પાસે ગયા. રૂમની બહાર ઉભા રહીને રાજાએ મોટા કુંવરને પુછ્યુ કે બેટા રૂમ આખે આખો ભરેલો છે ને ? કુંવરે ખુમારી સાથી હા પાડી એટલે રૂમને ઉઘાડવામાં આવ્યો. આખો રૂમ કચરાથી ભરેલો હતો અને ખુબ જ દુર્ગંધ આવતી હતી રાજા અને બીજા તમામ તુરંત જ ત્યાથી રવાના થઇ ગયા અને રાજાએ ખિજાઇને પુછ્યુ કે આવા ગંદા કચરાથી રૂમ ભરાય ? તો સામે કુંવરે પણ જડબાતોડ જવાબ આપતા કહ્યુ કે 1000 રૂપિયામાં આખો રૂમ ભરી આપવાનો કહો તો પછી આવી જ વસ્તું આવે ને !!!!

રાજા નાના કુંવરના રૂમ પાસે ગયા અને રૂમ ઉઘાડતા પહેલા રાજાએ પુછ્યુ કે બેટા તેં પણ રૂમ આખે આખો ભર્યો છે ને ? કુંવરે હા પાડી એટલે રાજાએ કહ્યુ કે બેટા મોટાભાઇ જેવું તો નથી કર્યુ ને ? નાના કુંવરે જવાબ આપતા કહ્યુ કે પિતાજી મેં મારાથી બનતા તમામ પ્રયાસ કર્યા છે મને આશા છે આપને ચોક્ક્સ ગમશે.

રૂમ ખોલવામાં આવ્યો તો રૂમમાં સુંદર નાના દિવાઓ કરેલા હતા અને અગરબતી પ્રગટાવેલી હતી. અગરબતીની સુગંધથી અને દિપકના પ્રકાશથી આખો રૂમ ભરાયેલો હતો. રાજા નાના કુંવરને ભેટી જ પડ્યો અને પોતાનો વારસ બનાવ્યો.

પરમાત્માએ આપણને પણ આયુષ્યરૂપી 1000 રૂપિયા આપીને આ જીવતરના ઓરડાને પુરે પુરો ભરવા માટે મોકલ્યા છે. હવે ઓરડાને નાશ પામે એવા રૂપિયા-પૈસાથી ભરવો છે કે ક્યારેય નાશ ન પામે એવી સેવાની સુવાસથી ભરવો છે એ આપણે જ નક્કિ કરવાનું છે!!!!!!!!!!!!!