Tuesday 24 June 2014

સફળતા તમારી મુઠ્ઠીમાં, યાદ રાખો આ 4 મંત્ર



અભ્યાસમાં ટોપર બનવું એ તમારું સપનું તો છે અને આ સપનાને તમે મહેનતથી વાસ્તવિકતામાં ફેરવી શકો છો. નીચેના સફળતાના મંત્રો અપનાવીને તમે તમારા જીવનની તમામ પરીક્ષાઓમાં સફળ થઇ શકો છો.

સખત મહેનત - સફળતા મેળવવા માટેનો પહેલો મંત્ર છે સફત મહેનત. મહેનતનો કોઇ શોર્ટકટ નથી હોતો. જો તમારા અભ્યાસ - વિષયની જરૂરિયાત અનુસાર સખત મહેનત કરો છો તો તેનું ફળ અવશ્ય મળશે.

ખુશ રહો - કોઇપણ પરીક્ષાની તૈયારી દરમિયાન નકારાત્મક વિચારોથી તમારી જાતને દૂર રાખો. હંમેશા સકારાત્મ વિચારસરણી અપનાવો. હંમેશા ખુશ રહેવાની કોશિશ કરો.

ફોકસ જાળવી રાખો - વગર ફોકસે અનેક કલાકો સુધી અભ્યાસ કરવા કરતાં સારું છે કે તમે થોડા કલાકો ધ્યાન દઇને ભણો. થોડીવાર તો થોડીવાર પણ મનને એકાગ્ર રાખીને ભણો.

સપનાને સાચા કરવા માટે સંઘર્ષ કરો - હંમેશા જીવનમાં મોટા સપના જુઓ અને લાંબાગાળાનું ધ્યેય બનાવો. જ્યારેપણ એવું લાગે કે તમે હારી રહ્યાં છો તો તમારા સપનાને યાદ કરો. પોતાની જાતને એ અહેસાસ કરાવો કે સપના એટલા કીમતી છે કે આવા સંઘર્ષ એ સપના સામે કંઇપણ નથી.

0 comments:

Post a Comment