Thursday 26 June 2014

વિશ્વ જળ દિનઃ વિશ્વમાં ૧.૫ અબજ લોકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું



દર વર્ષે ૨૨ માર્ચ ના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં.
સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચ ના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ.

આથી, આ દિવસ ને ‘‘વિશ્વ જળ દિવસ'' તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આજની વધતી જનસંખ્‍યા, ઔદ્યોગિકરણ, અને શહેરીકરણ ને લીધે પીવાના શુદ્વ તથા સુરક્ષિત પાણીની ઉલ્‍બધતામાં ભારે ઘટાડો થઇ રહયો છે. આ સમસ્‍યાનો આભાસ ૬૦ વર્ષ પહેલાંજ પ્રખ્‍યાત વૈજ્ઞાનિક અલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇનને થઇ ગયો હતો. આથી જ તેઓએ ભવિષ્‍યવાણી કરી હતી કે ત્રીજા વિશ્વ યુદ્વની તો ખબર નથી પરંતુ, ચોથું વિશ્વ યુદ્વ ચોક્કસપણે પાણી માટે જ લડાશે.

આજના આંકડા મુજબ વિશ્વમાં ૧.૫ અબજ નાગરિકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું. વધતી જતું પ્રદુષણના લીધે ભુગર્ભ જળ પ્રદુષિત થઇ રહયું છે. અને પાણી જન્‍ય રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ભારત પણ આ સમસ્‍યાથી બાકાત નથી. આપણા દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. તેમ રાજ્‍યના માહિતી વિભાગની યાદી જણાવે છે.

પાણીના કેટલાક તારણો

(૧) દિલ્લી, મુંબઈ, ચેન્નઈ જેવા મોટા શહેરોમાં નળ અને વાલ્‍વમાં લીકેજ ના લીધે ૧૭% થી ૪૪% પાણી ગટર માં વ્‍યર્થ જાય છે.

(ર) ભારતના કેટલાક રાજયોની મહિલાઓ પીવાના પાણી માટે રોજના સરેરાસ ૪ થી ૬ કિમી પગપાળા જાય છે.

(૩) જો બ્રશ કરતા સમય નળ ખુલ્લો રહી જાયે તો પાંચ મિનીટમાં આશરે ૨૫ થી ૩૦ લીટર પાણીનું વ્‍યય થાય છે.

(૪) નહાવા માટેના ટબ નો ઉપયોગ કરતા ૩૦૦ થી ૫૦૦ લીટર પાણીનો વ્‍યય થાય છે જયારે સામાન્‍ય રીતે નહાવાથી ૧૦૦ થી ૧૫૦ લીટર પાણીનો ખર્ચ થાય છે.

(પ) વિશ્વમાં ૧૦ વ્‍યક્‍તિઓમાં થી ૨ વ્‍યક્‍તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી.

(૬) વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્‍લાસ્‍ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્‍લાસ્‍ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે.

(૭) મનુષ્‍ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે.

(૮) પૃથ્‍વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી

દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે. ફક્‍ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્‍વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્‍પ રૂપે જોવા મળે છે. જેમાં ઉપયોગમાં આવતો ભાગ ખુબ જ ઓછો છે. જે નદી, ઝીલ તથા ભૂગર્ભ જળના સ્‍વરૂપમાં જોવા મળે છે. આ પાણીનો ૬૦મો ભાગ ખેતી અને ઉદ્યોગોના કારખાનામાં વપરાય છે. બાકીનો ૪૦મો ભાગ મનુષ્‍યના વપરાશમાં ખર્ચ થાય છે. દુનિયામાં હાજર રહેલ કુલ પીવાલાયક પાણીમાં માત્ર ૧% પાણી પયોગ માટે સરળતાથી પ્રાપ્‍ત થાય છે.

0 comments:

Post a Comment