Tuesday 24 June 2014

કામ કરે કૂબડ




ત્યારની વાત છે જ્યારે દુનિયા બની નહોતી. બધી જગ્યાએ જંગલ જંગલ હતુ. બધા પ્રકારના જાનવરો અને પક્ષીઓ દુનિયાને સુંદર બનાવવા ઘણુ કામ કરતા હતા. દિવસો દરમિયાન એક રણમાં થોડાક જાનવરો રહેતા હતા. જ્યાં એક ઊંટ પણ રહેતુ હતુ. ઊંટ કામચોરી કરતો અને દિવસભર પડ્યો રહેતો હતો બાકી જાનવરો મન લગાવીન કામમાં મસ્ત લાગ્યા રહેતા. જ્યારે કોઈ જાનવર ઊંટને કંઈ કહીએ તો તે જવાબ આપતો - 'કામ કરે કૂબડ'. જાનવરો સંભળતા અને પછી પોતાના કામમાં લાગી જતા.

એક દિવસ ઘોડો તેની સામેથી પસાર થયો. ઘોડાના પીઠ પર જીન કસી હતી અને તે કામ પર જઈ રહ્યો હતો. તેણે ઊંટને કહ્યુ - ભાઈ, તમે પણ થોડું કામ કરી લો. ઊંટે જવાબ આપ્યો - 'કામ કરે કૂબડ'. ઘોડો બિચારો સાંભળીને ચુપચાપ જતો રહ્યો. બીજા દિવસે ઊંટ જ્યારે ઉંઘી રહ્યો હતો ત્યારે એક કૂતરો ત્યાથી પસાર થઈ રહ્યો હતો. તે પોતાના મોઢામાં કાંઈક દબાવીને લઈ જઈ રહ્યો હતો. તેણે ઊંટને કહ્યુ ભાઈ તુ પણ આવી રીતે કાંઈક લઈ આવ. ઊંટે તેણે પણ 'કામ કરે કૂબડ' એવો જવાબ આપ્યો.

તેના બીજા દિવસે બળદ ત્યાંથી પસાર થયો. બળદને પણ કાંઈક આવો જવાબ મળ્યો. રણના માલિકને તો બસ કામથી મતલબ હતો તેહ્તી બાકીના ત્રણ જાનવરોને ઊંટના ભાગનુ પણ કામ કરવુ પડતુ હતુ. ત્રણેને જ્યારે લાગ્યુ કે તેમને ઊંટના ભાગનુ કામ કરવામાં તકલીફ થાય છે ત્યારે તેમણે ઊંટને વિશે વાત કરી. જવાબમાં ઊંટે વાત કહી -જેને કામ કરવુ હોય તે કરે નહિ તો 'કામ કરે કૂબડ'. બિચારા ત્રણે ઉદાસ થઈ પાછા ફર્યા.

જ્યારે બધી વાતો રણના માલિકને ખબર પડી ત્યારે તેણે વિચાર્યુ કે ઊંટ મક્કાર થઈ ગયો છે અને તેને પાઠ ભણાવવો જરૂરી છે. બીજા દિવસે રણનો માલિક ઊંટ પાસે પહોંચી ગયો. ઊંટ તે સમયે તળાવમાં પોતાનુ મોઢું સજાવી રહ્યો હતો.

રણના માલિકે ઊંટને ફટકારતા કહ્યુ કે તુ કામ નથી કરી રહ્યો અને દિવસભર પડ્યો રહીને આળસ મરડ્યા કરે છે. તારુ કામ તારા મિત્રો કરી રહ્યા છે તને શરમ આવવી જોઈએ.

ઊંટે કહ્યુ 'શરમ આવવી જોઈએ કૂબડને' માલિકને ગુસ્સો આવ્યો અને તેણે પોતાની છડી ઉઠાવીને જાદૂ કર્યો અને ઊંટની પીઠ પર કૂબડ નીકળી આવી. માલિકે કહ્યુ તુ દિવસભર લોકોને કૂબડ કહે છે હવે તારી પીઠ પર કૂબડ બની જાય. આટલુ બોલતા ઊંટના પીઠ પર કૂબડ નીકળી આવી. ઊંટને ગમ્યુ. માલિકે પૂછ્યુ - બોલ હજુ પણ તુ કામ કરીશ કે નહી ? ઊંટ બોલ્યો - હું કામ કરવા તૈયાર છુ પરંતુ કૂબડ સાથે કેવી રીતે કામ કરુ ?

માલિકે કહ્યુ - કૂબડ તો તને કામ કરવાની યાદ અપાવશે. ઊંટે માફી માંગી તો માલિક ને દયા આવી. તેમણે કહ્યુ કે કૂબડ તારા કામ આવશે. આને કારણે તુ ઘણા દિવસો સુધી ખાધા પીધા વગર રહી શકીશ, ત્યારથી ઊંટ રણમાં સખત મહેનત કરી રહ્યો છે. હા, કૂબડ તેની પીઠ પર બનેલુ છે, જે તેને યાદ અપાવે છે કે કામથી મોઢું નથી ફેરવવાનુ. બીજા જાનવરોનું હવે ઊંટ
સાથે ઓછુ બને છે પરંતુ તેઓ ખુશ છે કે તેમનો મિત્ર મહેનતી થઈ ગયો છે.

તો મિત્રો દુનિયામાં જે પણ કામચોરી કરે છે તેની પીઠ પર કુબડ નીકળી આવે છે. તમે પણ તમારી પીઠ તપાસીને જોઈ લો ક્યાંક કૂબડ તો નથી નીકળી આવીને ?

0 comments:

Post a Comment